Powered by Barishi Network

સંપર્ક સેતુ ના સંકલન વિષે....

૧. સંપર્ક - સેતુમાં બારીશી વિભાગના ગામોના મુંબઇ, સ્થાનિય તેમજ અન્ય શહેરોમાં વસતા જ્ઞાતિજનોના ઘરદીઠ એડ્રેસ / ટેલીફોન નંબર અને પરિવારના સભ્યો નામનો સમાવેશ કરવામાં આવેલ છે.

૨. ગામના વિભાગો, વ્યકિતગત નામો, અંગ્રેજી બારખડી ( એ. બી, સી, ડી....) પ્રમાણે લીધેલ છે.

૩. નામ શોધવામાં સરળતા થઈ રહે એ આશયથી વ્યકિતગત નામો અટક પ્રમાણે ન રાખતા નામ પ્રમાણે ગોઠવેલે છે.

૪. પ્રયત્નો કરવા છતાં પણ જેમના એડ્રેસ / ટેલીફોન નંબર નથી મળી શકયા તેઓના નામનો સમાવેશ કરી શક્યા નથી.

૫. દરેક ગામ પછી એક કે બે પાના ખાલી રાખેલ છે. જેથી કોઈનું પણ એડ્રેસ રહી ગયું હોય અથવા તો ફેરફાર થયો હોય. તો તેનો સમાવેશ અથવા ફેરફાર કરી શકાય.

૬. મોડેથી મળેલ એડ્રેસનો સમાવેશ તેમના નામાક્ષર પ્રમાણે ન કરતા અંતમાં કરેલ છે.

૭. સંપર્ક સેતુ તેમજ તેના વિમોચનના ખર્ચને પહોંચી વળવા સ્મૃતિ/જાહેર ખબરો ફકત જ્ઞાતિજનો પાસેથી જ લીધેલ છે.

૮. સંપર્ક સેતુ એડ્રેસ દીઠ એક વિના મૂલ્યે મળશે વધારાની પ્રત સ્ટોક હશે ત્યાં સુધી રૂા. ૩૦૦ ચુકવતા મળી શકશે.

૯. સંપર્ક સેતુમાં સમાવેશ કરાયેલ એસો લેખીત / મૌખીક વિગતના આધારે લીધેલ છે. જેનો કોઈપણ જાતના પુરાવારૂપી દસ્તાવેજ તરીકે ઉપયોગ થઈ શકશે નહીં.

ભૂલો ન રહી જાય તેના બનતા બધાજ પ્રયત્નો કરેલ છે, છતા પણ કાંય કોઈ પણ ઉણપ લાગે કે કોઈનું નામ રહી ગયુ હોય તો તે બદલ અમે ક્ષમા યાચીએ છીએ.